સહજાનંદ સ્વામી મારા પ્યારા પ્રાણનાથ ૧/૧

સહજાનંદ સ્વામી મારા પ્યારા પ્રાણનાથ,
કૃપા કરીને શ્રીજી ઝાલો મારો હાથ,
પ્રીતડી બંધાણી મારે તમારી સંગાથ,
આપી દર્શન વાલા રહો મારી સાથ... ટેક.
હરિવર હૈયાના હિંચકે ઝૂલાવું,
સ્નેહ સુમનની હું ઝડી વરસાવું,
એકવાર વાલા મને ચાંપો છાતી સાથ.. કૃપા૦ ૧
રહો મારી સાથ હરિ કયાંયે ન જશો,
હૈયાના આધાર મારા હૈયામાં વસો,
પ્રેમે કરીને રાખું ભીડી હૈયા સાથ.. કૃપા૦ ૨
તમને જ એક હરિ સદા અનુભવું,
નથી જોતું કાંઇ મારે તૂંમાં ડુબી જવું,
એવી કરોને કૃપા વ્હાલા જ્ઞાન માથ.. કૃપા૦ ૩

મૂળ પદ

સહજાનંદ સ્વામી મારા પ્યારા પ્રાણનાથ

મળતા રાગ

મનનો મોરલીયો રટે તારું નામ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૨
Studio
Audio
2
0