સહજાનંદ સ્વામી મારા પ્રાણના આધાર; ૧/૧

સહજાનંદ સ્વામી મારા પ્રાણના આધાર;
પ્યારા મારા નાથ હું તો માગું તારો પ્યાર.. સહજાનંદ૦ ૧
મૂર્તિ તમારી મારી જીવન મુડી;
કારણ સોપારી મારી કાપવાની સુડી..સહજાનંદ૦ ૨
નયણુંના તારા મારા વ્હાલા પ્રાણ પ્યારા;
કરો કૃપા એવી સેવું સેવક તમારા..સહજાનંદ૦ ૩
તમે અને તમારા જન સદા મળો;
જ્ઞાનજીવન કહે મારું બીજુ સર્વે ટળો..સહજાનંદ૦ ૪

મૂળ પદ

સહજાનંદ સ્વામી મારા પ્રાણના આધાર;

મળતા રાગ

આજ સખી આનંદની હેલી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી