છેલકુંવર ઘનશામજી રે. જાદુગારાજીરે,.૧/૪

છેલકુંવર ઘનશામજી રે, તમે વશ કીધી વ્રજનારી રે,  જાદુગારાજીરે,
આંખડલીમાં રાતી રેખ રસિયા, કાનડ કારાજી રે,પ્રીત સહિત હરિ પ્રાન પાતળિયા ��ોહની ડારીજી રે.  જા ૧
પાઘલડીના પેચમાં રે, તોરા કરક ગુલાબી ભાલી રે. જા....મોલીડું મનમાં વશ્યું રે, તેમાં વશ કરી વનમાલી રે.  જા ર
એ છબી જોતાં આંખડી રે, મારી નાથ ત્રપત નથી થાતી રે. જા....રૂપ જોબન તન જોઇને રે, મારી છેલ ઠરે છે છાતી રે.  જા ૩
તિલ ત્રાજુ ગોરા ગાલમાં રે, તેમાં લોભાણું મન મારું રે. જા....દેવાનંદ કહે મુખડું રે, તારું ગુણીયલ કામણગારું રે.  જા ૪ 

મૂળ પદ

છેલકુંવર ઘનશામજી રે

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
સ્વરિત શુક્લ

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503


છેલકુંવર ઘનશ્યામજી
Studio
Audio
0
0