માયા મુકાય જાય, એમા ના રહેવાય૫/૬

માયા મુકાય જાય, એમાં ના રહેવાય;
કર એવી કર કૃપા મારા હરિરાય.. ટેક.
મારો સંકલ્પ છે એક એવો, તારી મૂર્તિમાં જીવ પ્રોઇ દેવો;
માટે માંગુ માયા દુઃખ, મને દેજો મૂર્તિ સુખ,
જેથી ઇચ્છા સિદ્ધ થાય.. માયા૦ ૧
માયા લાગે મને કડવી ઝેર, એવી મુંપર કરો વ્હાલા મેર;
માયા રહેતી નથી હાથ, સદા રહે તારો સાથ,
માટે તારો સંગ થાય.. માયા૦ ૨
જ્ઞાનજીવન વિનવે છે તમોને, માત્ર મૂર્તિનું સુખ દેજો મને;
મારું રૂડુ કરવા બાપ, તમો ટાળો મારા પાપ,
એક તુંમાં પ્રેમ થાય.. માયા૦ ૩

મૂળ પદ

તારામય રહેવાય, તારા ગુણ ગવાય

મળતા રાગ

સુખકારી છે આનંદકારી છે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી