રૂપ તમારું મને છે પ્યારુ, હૈયે હું ધારુ અતિ ૧/૧

રૂપ તમારું મને છે પ્યારુ, હૈયે હું ધારુ અતિ સંભારુ,
તમારી સાથે પ્રીત છે મારે ...                                       ટેક
મુખડુ મલકે અતિશે ચમકે, સુખડુ છલકે હૈયુ હલકે...         તમારી૦ ૧
શ્રીજી સુખાળા દીન દયાળા, હરિ હેતાળા છેલ છોગાળા...    તમારી૦ ૨
જનમો જનમથી આથડું છું ભવે ભટકું છું, દુઃખમાં રડું છું લેને સ્વીકારી;
સર્વોપરિ હરિ તારા ચરણો પ્રેમે પકડું છું, જગથી લડું છું લેને સ્વીકારી;
જ્ઞાનજીવન કહે હરિ હવે તો ઉગારો...                               તમારી૦ ૩
છંદ
પ્યારા ભરથાર, તાર મને તાર, આપી તારો પ્યાર,             મારા પીયુડા,
છોડ્યો સંસાર, એક તમારે આધાર, કરજો મારી વાર,           મારા પીયુડા,
ભુલી ઘરબાર, હું તો થઇ તારી નાર, ફરુ વિશ્વ મોઝાર,         મારા પીયુડા,
સોંપી તને ભાર, હું તો રાખુ તારો ભાર, જ્ઞાનસખીના પ્યાર,   મારા પીયુડા. 

મૂળ પદ

રૂપ તમારું મને છે પ્યારુ, હૈયે હું ધારુ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી