તમને છોડી ક્યાય ન જાવુ, પણ મારૂ આ જાણજયો૩/૪

તમને છોડી ક્યાંય ન જાવું, પણ મારૂં આ જાણજયો;
પણ મારૂં આ જાણજયો, મને હેતે તમે માણજયો.. તમને૦ ૧
અસ્તિત્વ મારૂ તમારે માટે, સદા સર્વથા જાણજયો;
સદા સર્વથા જાણજયો, આ વાત છે વેદ પ્રમાણજો.. તમને૦ ૨
મુજ પર મારો હક જ નથી, હક તમારો જાણજયો;
હક તમારો જાણજયો, મને કદિએ ના વખાણજો.. તમને૦ ૩
કાંઇપણ મુજને દેશો નહિ, આ જ્ઞાનને તમારી જાણજયો;
જ્ઞાનને તમારી જાણજયો, એ મારે સુખની ખાણ જો.. તમને૦ ૪

મૂળ પદ

સહજાનંદ સ્વામી મને, સેવા તમારી આપજયો

મળતા રાગ

બેસવું હોય તો બેસી જાજો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી