કાળનાં ગડે નગારાં કાળનાં ગડે..૧/૬

 કાળનાં ગડે નગારાં કાળનાં ગડે,
	અગડ ધેં ધેં ધેં ધેં નગારાં કાળનાં ગડે...ટેક.
ઢોલ ને રણતુર વાગે ઝાંઝ ખડેડે,
	નેજા ને નિશાન દીસે ફોજું બહુ ફરે...અગડ૦ ૧
નાળું ને જંજાળું સર્વે કડે ને ધડે,
	આંખ્યો મીંચી બેઠો અંધો મનસૂબા ઘડે...અગડ૦૨
કઠણ વેગે કાળ આવી ઓચિંતો અડે,
	જળ થોડામાં જીવ જેમ પૂરો તરફડે...અગડ૦૩
ચેતવું હોય તો ચેતી લેજો બીજું રહ્યું નડે,
	દેવાનંદનો નાથ ભજ્યા વિના નરકે જઈ પડે...અગડ૦૪ 
 

મૂળ પદ

કાળનાં ગડે નગારાં

મળતા રાગ

ગરબી

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
રઘુવીર કુંચલા

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


ઉપદેશવાણી
Studio
Audio
1
0