પછે નહિ મળે રે તુંને પછે નહિ મળે    ૨/૬

પછે નહિ મળે રે તુંને પછે નહિ મળે,
	કાંઈક લે લે લે લે ને લ્હાવ પછે નહિ મળે...ટેક.
મોતી સરખો કણ લઈ મૂરખ ઘંટીમાં દળે,
	બાવળિયાનું બી બોયે આંબો કેમ ફળે...કાંઈક૦ ૧
કસ્તુરી ને કેવડો લઈ તેલમાં તળે,
	મનુષ્યદેહ દુર્લભ પામી વિષયમાં ભળે...કાંઈક૦ ૨
ખેલ અખેલા ખેલતાં અંતે જોજે જે મળે,
	એકડા વિનાનાં મીંડાં તેમાં તારું નહિ વળે...કાંઈક૦ ૩
અનેક જન્મનાં પાપ તે તો સત્સંગે બળે,
	દેવાનંદ કહે ગધો કુત્તો થાવું તે ટળે...કાંઈક૦ ૪
 

મૂળ પદ

કાળનાં ગડે નગારાં

મળતા રાગ

ગરબી

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
વિનોદભાઈ પટેલ

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
ચેત સવેરા
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
પૂર્ણસ્વરૂપ સ્વામી - સરધાર

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503

પરંપરાગત (સ્વરકાર)
ઉપદેશવાણી
Studio
Audio
1
0