પાપનો ભરે રે માથે પાપનો ભરે..૩/૬

 પાપનો ભરે રે માથે પાપનો ભરે,
	પાપી કે કે કે કે ને કેમ પાપનો ભરે...ટેક.
જુવાનીમાં આગ લાગી પરત્રિયા હરે,
	દેવ સાધુ ને બ્રાહ્મણ તેની નિંદા બહુ કરે...પાપી૦ ૧
ચોરી ને અવેરી કરે મરડાતો ફરે,
	માંસ ને મદીરા પીએ તેમાં ન ડરે...પાપી૦ ૨
ભાંડ ભવાઈ ને હાંસી બાજી કરતાં નવ ડરે,
	વસુ પશુ વાહન હરે અગ્નિ તે ધરે...પાપી૦ ૩
એ પાપે કરી રવી કીંકર ઝાલ્યા તે ન’રે,
	દેવાનંદ કહે મારે તડાતડ વણમોતે મરે...પાપી૦ ૪ 
 

મૂળ પદ

કાળનાં ગડે નગારાં

મળતા રાગ

ગરબી

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
પૂર્ણસ્વરૂપ સ્વામી - સરધાર

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503

પરંપરાગત (સ્વરકાર)
ઉપદેશવાણી
Studio
Audio
0
0