નિમમાં રહે ને તું તો નીરમાં રહેને..૪/૬

 નિમમાં રે’ને તું તો નિમમાં રહેને,
	પ્રાણી રે રે રે રે ને તું તો નિમમાં રહેને...ટેક.
ચારે નિયમ પાળી નિત્ય નામને લેને,
	સ્વામિનારાયણ નામ તારા મુખથી કહેને...પ્રાણી૦ ૧
સાધુ સેવા વચન માનજે જેજે કહે તેને,
	અજામેલ અઘ છૂટયો નારાયણ વેને...પ્રાણી૦ ૨
કાયા માયા કૂડ છે નિત્ય દાનને દેને,
	અમુલખ દેહ આવ્યો સૂતો કેમ ઘેને...પ્રાણી૦ ૩
લખચોરાશી ફેરા ટળે સત્સંગી તેને,
	દેવાનંદ કહે કાળો કળેળાટ જમ મારે જેને...પ્રાણી૦ ૪ 
 

મૂળ પદ

કાળનાં ગડે નગારાં

મળતા રાગ

ગરબી

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
પૂર્ણસ્વરૂપ સ્વામી - સરધાર

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503

પરંપરાગત (સ્વરકાર)
ઉપદેશવાણી
Studio
Audio
0
0