કર પ્રભુ સંગાથે દૃઢ પ્રીતડી રે, મરી જાવું મેલીને ધનમાલ ૧/૪

કર પ્રભુ સંગાથે દૃઢ પ્રીતડી રે, મરી જાવું મેલીને ધનમાલ;
				અંતકાળે સગું નહિ કોઈનું રે-ટેક.
સંસ્કારે સંબંધી સર્વે મળ્યાં રે, એ છે જૂઠી માયા કેરી જાળ-અંત૦ ૧
મારું મારું કરીને ધન મેળવ્યું રે, તેમાં તારું નથી તલભાર-અંત૦ ૨
સુખ સ્વપ્ના જેવું છે સંસારનું રે, તેને જાતાં ન લાગે વાર-અંત૦ ૩
માટે સેવે તું સાચા સંતને રે, તારા ટળશે ત્રિવિધિના તાપ-અંત૦ ૪
અતિ મોટા પુરુષને આશરે રે, બળે પૂર્વ જનમનાં પાપ-અંત૦ ૫
એવું સમજીને ભજ ભગવાનને રે, સુખકારી સદા ઘનશ્યામ-અંત૦ ૬
દેવાનંદનો વહાલો દુ:ખ કાપશે રે, મનવાંછિત પૂરણકામ-અંત૦ ૭
 

મૂળ પદ

કર પ્રભુ સંગાથે દૃઢ પ્રીતડી રે, મરી જાવું મેલીને ધનમાલ

મળતા રાગ

ગરબી

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનમાળા-૪
Studio
Audio
0
3
 
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયાહસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
0
 
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ભુપાલી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
પરંપરાગત
ઉપદેશરસ
Studio
Audio
1
0