મળ્યો માણસનો દેહ ચિંતામણિ રે રે, તારા અંગમાં છે રોગ અસાધ્ય;.૨/૪

મળ્યો માણસનો દેહ ચિંતામણિ રે, તારા અંગમાં છે રોગ અસાધ્ય;
નથી લેતો નારાયણ નામને રે, માથે જન્મ મરણ મોટું દુઃખ છે રે,
તારા અંતરમાં હરિને આરાધ્ય.... નથી લેતો૦ ૧
ઘણું સૂઝે છે કામ સંસારનું રે, કરે સગાંનું બહુ સનમાન....નથી૦ ર
હેત કરતો નથી હરિદાસમાં રે, હૈયાફૂટ્યા તું લુણહરામ....નથી૦ ૩
પરનારી સંઘાથે કરી પ્રીતડી રે, તારો એળે ગયો અવતાર....નથી૦ ૪
બહુનામીની બીક નથી રાખતો રે, ખરે ખાતો મલિશ તેમાં ખ્વાર....નથી૦ પ
અતિ કઠણ વેળા અંતકાલની રે, પછે થાસ્યે તુંને પસ્તાવ....નથી૦ ૬
દેવાનંદની શિખામણ્ય માનજે રે, તારા અંતરમાં કરીને ઉછાવ....નથી૦ ૭

મૂળ પદ

કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતડી રે

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
પૂર્ણસ્વરૂપ સ્વામી - સરધાર

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503

પરંપરાગત (સ્વરકાર)
ઉપદેશવાણી
Studio
Audio
0
0