તારા મનમાં જાણે મરવું નથી રે, એવો નિશ્ચે કર્યો નિરધાર ૩/૪

તારા મનમાં જાણે મરવું નથી રે, એવો નિશ્ચે કર્યો નિરધાર;
				તેમાં ભૂલી ગયો ભગવાનને રે-ટેક.
ધન દોલત નારી ને ઘણા દીકરા રે, ખેતીવાડી ઘોડી ને ઘરબાર-તેમાં૦ ૧
મેડી મંદિર ઝરૂખા ને માળિયાં રે, સુખદાયક સોનેરી સેજ-તેમાં૦ ૨
ગાદી તકિયા ને ગાલમસુરિયાં રે, અતિ આડય કરે છે એ જ-તેમાં૦ ૩
નીચું કાંધ કરીને નમતો નથી રે, એવું સાધુ સંગાથે અભિમાન-તેમાં૦ ૪
મરમાળી મોહનજીની મૂરતિ રે, તેની સાથે ન લાગેલ તાન-તેમાં૦ ૫
પાપ અનેક જન્મનાં આવી મળ્યાં રે, તારી મતિ મલિન થઈ મંદ-તેમાં૦ ૬
દેવાનંદના વહાલાને વિસરી ગયો રે, તારે ગળે પડયો જમફંદ-તેમાં૦ ૭
 

મૂળ પદ

કર પ્રભુ સંગાથે દૃઢ પ્રીતડી રે, મરી જાવું મેલીને ધનમાલ

મળતા રાગ

ગરબી

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
પૂર્ણસ્વરૂપ સ્વામી - સરધાર

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503

પરંપરાગત (સ્વરકાર)
ઉપદેશવાણી
Studio
Audio
0
0