ગોકુળ ગામના ચોકમાં રે ખાંતે માંડ્યો છે ખેલ..૧/૪

 ગોકુળ ગામના ચોકમાં રે, ખાંતે માંડયો છે ખેલ;
	શરદ પૂનમની રાતડી, હાં રે પ્યારો પ્રેમ ભરેલ રે...ગોકુળ૦ ૧
મુનિના મંડળમાં શોભતા રે, જાણે તારામાં ચંદ;
	ફરતાં લાગે છબી ફૂટડી, હાં રે ગિરધારી ગોવિંદ રે...ગોકુળ૦ ૨
નારદ ને બ્રહ્મમુનિ રાસમાં રે, જાણે સારસની જોડ;
	શોભે તેમાં ઘનશ્યામજી, હાં રે કામ લાજે છે ક્રોડ રે...ગોકુળ૦ ૩
તાળી અલૌકિક તાનમાં રે, પાડે જીવનપ્રાણ;
	ગાવે મનોહર ગીતને, હાં રે દેવાનંદ કહે સુજાણ રે...ગોકુળ૦ ૪ 
 

મૂળ પદ

ગોકુળ ગામના ચોકમાં રે

મળતા રાગ

ભજ્યો નહિ ભગવાનને રે, મળ્યો

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૨
Studio
Audio
1
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા



પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
1
0