અંતે જાવું છે એકલાં રે, સંગે આવે ન કોઇ, માતાપિતાને ભાઇ દીકરા ૨/૪

 અંતે જાવું છે એકલાં રે, સંગે આવે ન કોઇ;

માતાપિતાને ભાઇ દીકરા, હાંરે નારી કૂટે છે રોઇ.         અત્યે૦ ૧
ભૂખે મરીને ભેળી કરી રે, માયા લાખ કરોડ્ય ;
ડાટી રહે દરબારમાં, હાંરે જો નેં આંખ્યું કાં ફોડ્ય.         અત્યે૦ ર
જીવ સંગાતે જાય છે રે, પુન્ય પોતાનાં પાપ;
સુખદુઃખ ફળ તેનાં ભોગવે, હાંરે જમપુરીમાં આપ;       અત્યે૦ ૩
રાજાધર્મની આગરે ખાશો મુરખ માર;
દેવાનંદ કહે દેહ ધારશો, હાંરે લખચોરાશી વાર;           અત્યે૦ ૪
 

મૂળ પદ

ભજ્યો નહીં ભગવાનનેં રે

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
વિનોદભાઈ પટેલ

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
ચેત સવેરા
Studio
Audio
1
1