પ્રભુ ભજી લેને પ્રાણીયાં રે ધનદોલત ને નાર્ય..૪/૪

પ્રભુ ભજી લેને પ્રાણીયાં રે, ધનદોલત ને નાર્ય;
અંતે તજી જાવું એકલા, હાંરે સગાં કુટુંબ સંસાર. પ્રભુ૦ ૧
જેણે ભજ્યા જગદીશને રે, ભવ પામ્યાં તે પાર;
એને વિસારીને આથડે, હાંરે, ગોથાં ખાવે ગમાર. પ્રભુ૦ ર
લખ ચોરાશી જાત્યના રે, આવે દેહ અપાર;
જનમ મરણ ગર્ભવાસમાં, હાંરે, દુઃખ વારમવાર. પ્રભુ૦ ૩
વૈદ્ય કોટિ વાંસે ફરે રે, કરે ઔષધ અનેક;
રંચ ન ટાળે રોગને, હાંરે દેવાનંદ કે વિવેક, પ્રભુ૦ ૪

મૂળ પદ

ભજ્યો નહીં ભગવાનનેં રે

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
દિનેશભાઈ વઘાસિયા

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
ભજન આરાધના
Studio
Audio
0
0