સુંદર શ્રી ઘનશ્યામની રે ચાતુરતા ચિત્ત ચોર..૪/૪

સુંદર શ્રી ઘનશ્યામની રે ચાતુરતા ચિત્ત ચોર,
મધુર વચન મુખ મેલી રે, જાદુ ભરીયલ જોર હો, બે૦ ૧
કેસર કુમ કુમ અંગમાંરે, ખાસી ચંદન ખોર,
પેચ ઝુકેલા પાગમાંરે, શોભિત નવલ કીશોર હો, બે૦ ર
હરિજન એ છબી હેતમાં રે, નિરખત હે નિશભોર,
કોટિ જનમ અઘ ઓઘના રે, કાપત કર્મ કઠોર હો, બે૦ ૩
ચરણ કમલ રસ ચાખતાંરે, મગન ભમર મન મોર,
દેવાનંદ કહે દિલમાં વસી, મૂર્તિ મદમદ તોર હો, બે૦ ૪

મૂળ પદ

પ્યારે લગાડી છે પ્રીતડી રે

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી

રથ પર બેઠે બિહારી
Studio
Audio
0
0