સખી એક સમે અમદાવાદમાં રે..૧/૪

સખી એક સમે અમદાવાદમાં રે,
રાજે સહજાનંદ સુખકંદ, ચંદ જોઇ પુનમનો નીરમળો રે;
ચઉ કોરે સભા જોઇ શોભતી રે, જોયા મહામુનિનાં વૃંદ ચંદ...૧
હરિ હેતે કહી ફરી હેરીયું રે, જોયા નરનારાયણ દેવ....ચંદ...
દર્શન કારણ દેવતા રે, આવ્યા તજી પોતાનો અહં ભાવ ચંદ....ર
શુકનારદ સનકાદિક સૌ મળી રે, આવ્યા દર્શન કરવા કાજ...ચંદ...
મોટા મોટા મહીમાને ગાવતારે, આવ્યા ભવબ્રહ્મા સુરરાજ ચંદ...૩
બહુ તીરથ મુરતિમાન ત્યા રે, ઉભા વંદે જોડીને હાથ.. ચંદ...
એવું જોઇને શ્રી ઘનશામજી રે, બોલ્યા પૂર્ણાનંદનો નાથ ચંદ...૪

મૂળ પદ

સખી એક સમે અમદાવાદમાં રે

રચયિતા

પૂર્ણાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયાહસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
0