પોતે નરનારાયણ બોલીયારે મને વાલા પુનમીઆ દાસ,..૨/૪

પોતે નરનારાયણ બોલીયારે, મને વાલા પુનમીઆ દાસ,
એમ જાણીને પુનમે આવજો રે,
મારે એથી અધિક તે કોય નહિ રે,
એતો રે'શે સદા મારી પાસ. એમ...૧
પ્રીતે પુનમને દિવસે આવીને રે,
મારૂં દરશન કરી ગંગા નાય...એમ...
આજ તીરથ બીજું પૃથ્વી વિશેરે,
એથી અધિક તે કોય ન કેવાય. એમ...ર
દેવ મુનિ જોગી સતિ સીધ ત્યાં રે,
નાવા આવે નારાયણ ઘાટ....એમ...
નાવા સંત અનંત આવે ત્યાં કને રે,
બ્રહ્મચારી બ્રાહ્મણ પરિવ્રાટ. એમ... ૩
સર્વ તીરથ આવી ત્યાં રયા રે,
એનો મહીમા કયો નવ્ય જાય...એમ...
એવી રીત્ય અલૌકિક જોઇને રે,
પૂર્ણાનંદ મગન ગુણ ગાય...એમ... ૪

મૂળ પદ

સખી એક સમે અમદાવાદમાં રે

રચયિતા

પૂર્ણાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયાહસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
0