શોભા સલૂણા શામની રે વર્ણવી નવ્ય જાય, કહું તે સાંભળો રે ૨/૪

શોભા સલૂણા શામની રે, વર્ણવી નવ્ય જાય, કહું તે સાંભળો રે
જોઇને જીવન પ્રાણ રે, હૈડે તે હરખ ન માય...કહું ૧
દેખી પોતાના દાસને રે, સુંદરવર સુખધામ...કહુ....
ઉંચો ઉપાડી હાથને રે, એમ બોલ્યા ઘનશામ...કહું...ર
મેં પધરાવી જે મુરતીયુંરે, મંદિરું માંહી જેહ...કહું....
એ સૌ મારા રૂપ છે રે, તેમાં નહિ સંદેહ...કહું...૩
નરનાર���યણ તે તો હું જ છું રે, પૂરણ પ્રગટ પ્રમાણ...કહું...
પૂર્ણાનંદ પ્રમાણ છે રે, જાણો છો સંત સુજાણ...કહું...૪

મૂળ પદ

એક સમે અલબેલડો રે રાજે

રચયિતા

પૂર્ણાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયાહસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

અજાણ (પ્રકાશક )
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
અજાણ સ્વરકાર

Studio
Audio
0
0