પ્યારી પ્યારી સુખકારી મૂર્તિ તમારી છાતલડીમાં રાખું એને સદાયે સંભારી ૭/૧૬

પ્યારી પ્યારી સુખકારી મૂર્તિ તમારી,
છાતલડીમાં રાખું એને સદાયે સંભારી...૧
તમને સેવતા મને બહુ સુખ આવે,
ભેટતા તમને મારા સર્વે દુઃખ જાવે...૨
સ્પર્શ તમારો મને પ્રાણ જેવો પ્યારો,
સદા સુખ શ્રીજી મારે તમારા વિચારો...૩
અતિ તમે દયાળુ છો શ્રીજી સુખકારી,
ખબર લીયો છો પ્યારા મુજને સંભારી...૪
વિચારો આપો છો સારા સુખના દેનારા,
રાજી થયા જ્ઞાન માથે ભકિતના દુલારા...૫

મૂળ પદ

તમારા વિના મને કાંઇ નવ દેશો

મળતા રાગ

આજ સખી આનંદની હેલી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી