મૂર્તિ રૂપાળી જોતા ઠરે છાતિ મારી સર્વે સુખ ભરી હરિ આકૃતિ તમારી ૮/૧૬

મૂર્તિ રૂપાળી જોતા ઠરે છાતિ મારી,
સર્વે સુખ ભરી હરિ આકૃતિ તમારી...૧
રાજી થાઓ એને તમે આપો છો મૂરતિ,
જેને સ્વીકારો છો એને તજો નહિ ઉરથી...૨
તમારી પ્રતિજ્ઞા તમે પાળો છોજી વ્હાલા,
સાંભળો છો ભકત કેરા સદા કાલા વાલા...૩
સુખથી છલકાવી દો છો ભકત કેરુ હૈયું,
રાજી થઇને માનો છો સંત કેરુ કહ્યું...૪
જ્ઞાનજીવન કહે હરિ મૂરતિ તમારી,
બની જાય વ્હાલા એક આધાર તે મારી...૫

મૂળ પદ

તમારા વિના મને કાંઇ નવ દેશો

મળતા રાગ

આજ સખી આનંદની હેલી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી