સર્વે કર્તા હર્તા તમે ભગવાન મારા તમે છો આધાર મારા આખંડીના તારા ૧૨/૧૬

સર્વે કર્તા હર્તા તમે ભગવાન મારા,
તમે છો આધાર મારા આખંડીના તારા...૧
સર્વે જગે વસી રહ્યાં અન્વય સ્વરૂપે,
અક્ષરધામે બેઠા હરિ વ્યતિરેક રૂપેે...૨
તવ મરજી વિના વ્હાલા થતું નથી કાંઇ,
રાજી રહેજો એવા રાજી રહું હું સદાય...૩
પરિક્ષામાં પાસ થાવું એવો કરો મને,
કરો મારી પરીક્ષા હું કહું છું તમને...૪
જ્ઞાનજીવન જીવે એક તમારે લઇને,
એવું મારે કરવું છે અન્ય જવા દઇને...૫

મૂળ પદ

તમારા વિના મને કાંઇ નવ દેશો

મળતા રાગ

આજ સખી આનંદની હેલી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી