સમરથ બાપા મારા સહજાનંદ સ્વામી જોઇ અદ્વિતીય બ્રહ્મ હરિ સદા અંતર્યામી ૧૩/૧૬

સમરથ બાપા મારા સહજાનંદ સ્વામી,
અદ્વિતીય બ્રહ્મ હરિ સદા અંતર્યામી...૧
નથી સમ કોઇ ત્યારે મોટો ક્યાંથી હોય,
એવી મૂર્તિ સામુ મારે રહેવું સદા જોય...૨
ધાર્યુ હશે જેમ તમે તેમજ રે થાશે,
ચિંતા કરુ તો તો હુંમાં ખામી જ ગણાશે...૩
નિશ્ચય તમારો હરિ દેજો મુને પુરો,
હાથ જોડી માંગુ જોજો રહે ના અધુરો...૪
પ્રત્યક્ષ પ્રમાણ સદા રહો છો મારી પાસ,
જ્ઞાનજીવન માંગે એવો દઢ વિશવાસ...૫

મૂળ પદ

તમારા વિના મને કાંઇ નવ દેશો

મળતા રાગ

આજ સખી આનંદની હેલી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી