સજનીરે શામળીઆની શોભા આજ અલૌકીક ભારી રે,..૧/૪

સજનીરે શામળીઆની શોભા આજ અલૌકીક ભારી રે,
જોઇ જોઇ જીવન પ્રાણજી પર કોટી કામ બલીહારી રે...સજની.૧
અંગઅંગમેં આભૂષણ પેર્યાં નૌતમ નંગ ભરેલા રે,
પિતમ વસ્ત્ર અનોપમ પેર્યા તે જોઇને જન સૌ ઘેલા રે...સજની. ર
પાઘલડી પેચાળી રે બાંધી જીવન જરકસી પટકે રે,
ફરતાં છોગાં ફૂલના મારે જોઇને જીવડલામાં અટકે રે...સજની.૩
નૌતમ નાથને મસ્તક ઉપર નવલ કલંગી ચંગી રે,
પ્રેમ મગન પૂર્ણાનંદ નિરખત, નવલ પ્રીતમ નવરંગી રે...સજની. ૪

મૂળ પદ

સજનીરે શામળીઆની શોભા

રચયિતા

પૂર્ણાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયાહસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયાહસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
0