પધારો પ્રાણના આધાર હરિ મારા પધારો પ્રાણના આધાર ૨/૧૦

પધારો પ્રાણના આધાર હરિ મારા,
પધારો પ્રાણના આધાર...ટેક.
તમારા વિના વ્હાલા ચેન નથી પડતું,
સ્નેહે સંભારી શ્રીજી હૈયું મારું રડતું,
ભૂલોમાં મુજને આ વાર... હરિ મારા૦ ૧
નહિ આવો તો શ્રીજી શું થાશે માહરું,
કોને કહીશ મારું સંકટ નઠારુ,
તમે છો સુખના દેનાર... હરિ મારા૦ ૨
દશેય દિશાથી ભારે દુઃખ પડે આવી,
તમારા વિના વ્હાલા કોણ લે બચાવી,
ભકિત ધર્મના કુમાર... હરિ મારા૦ ૩
જ્ઞાનજીવનની વ્હાલા સ્વીકારો અરજી,
દર્શન દેવાની હવે કરોને મરજી,
સુણોને શ્રીજી પોકાર... હરિ મારા૦ ૪

મૂળ પદ

આવોને શ્રીજી મહારાજ મારે ઘેરે

મળતા રાગ

ભીમપલાસી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી