વાહ રે વાહ મારા હરિરાય મોઘામુલા વાહ રે વાહ મારા હરિરાય ૬/૧૦

વાહ રે વાહ મારા હરિરાય મોંઘામુલા,
વાહ રે વાહ મારા હરિરાય...ટેક.
જેમ સુખ થાય તેમ કર્યુ વ્હાલા માહરું,
ઐોંેંર્ય કેમ જાણ્યું જાય પ્યારા તાહરૂં,
પ્રતાપ કહ્યો નવ જાય... મોંધા મુલા૦ ૧
અક્ષર રહે છે વ્હાલા આધારે તારે,
કોટાન કોટી મુક્તો સેવે તુંને પ્યારે,
એવા છો મોટા મારા રાય... મોંઘા મુલા૦ ૨
અવતારો રહે વ્હાલા સદા જોડી હાથ,
હજારો શકિત શ્રીજી સેવે એક સાથ,
કોઇથી નહિ પાર પમાય... મોંઘા મુલા૦ ૩
જ્ઞાનજીવન કહે જ્ઞાનતણા દાતા,
થયા છો હરિ મારા ગુરુ મિત્ર ભ્રાતા,
માતા પિતા છો સદાય... મોંઘા મુલા૦ ૪

મૂળ પદ

આવોને શ્રીજી મહારાજ મારે ઘેરે

મળતા રાગ

ભીમપલાસી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી