સર્વોપરિ ભગવાન શ્રીજી મારા સર્વોપરિ ભગવાન ૭/૧૦

સર્વોપરિ ભગવાન શ્રીજી મારા,
સર્વોપરિ ભગવાન...ટેક.
સર્વોપરિ છે વ્હાલા જ્ઞાન તમારું,
સ્વરૂપાદ્વૈત મત હૈયે વિચારું,
તુંજ હિણું નથી કોઇ સ્થાન... શ્રીજી મારા૦ ૧
જેવા છો બ્રહ્મધામે એવા મંદિરમાં,
એવા છો અણું અણું એવા અંતરમાં,
તેતો જાણે છે જ્ઞાનવાન... શ્રીજી મારા૦ ૨
સર્વેને કર્મફળ આપો છો બાપજી,
સર્વેના નિયંતા છો તમે આપજી,
ન ચાલે કોઇનું તોફાન... શ્રીજી મારા૦ ૩
નેતિ નેતિ રે વ્હાલા કહે છે નિગમ,
જ્ઞાનજીવનને એમાં શું રે પડે ગમ,
હેતે ગાયા ગુણગાન... શ્રીજી મારા૦ ૪

મૂળ પદ

આવોને શ્રીજી મહારાજ મારે ઘેરે

મળતા રાગ

ભીમપલાસી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી