સર્વેમા છો મારા શ્યામ મૂર્તિમાન સર્વેમાં છો મારા શ્યામ ૮/૧૦

સર્વેમાં છો મારા શ્યામ મૂર્તિમાન,
સર્વેમાં છો મારા શ્યામ...ટેક.
ધામે બિરાજો વ્હાલા વ્યતિરેકરૂપે,
સર્વેમાં છો તમે અન્વય સ્વરૂપે,
પ્રત્યક્ષ છો ઘનશ્યામ... મૂર્તિમાન૦ ૧
સાકાર સ્વરૂપે વ્હાલા સદાય રહો છો,
પ્રેમી ભકતોના પ્રેમે દુઃખડા દહો છો,
દર્શન દ્યો છો ઠામોઠામ... મૂર્તિમાન૦ ૨
નિરાકારને કદિ કર્તા કહેવાય નહીં,
ફળ આપો છો વ્હાલા સર્વે જીવોમાં રહી,
કર્મ ફળ પ્રદાતા નામ... મૂર્તિમાન૦ ૩
બાહ્ય દ્રષ્ટિએ ધામ ધામી છો છેટા,
અંતર દ્રષ્ટિએ છો અંતરમાં બેઠા,
બધે છે જ્ઞાન ધામી ધામ... મૂર્તિમાન૦ ૪

મૂળ પદ

આવોને શ્રીજી મહારાજ મારે ઘેરે

મળતા રાગ

ભીમપલાસી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી