આવોને આજ મારે ઘેર વાલા મારા આવોને આજ મારે ઘેર ૯/૧૦

 

આવોને આજ મારે ઘેર વાલા મારા, 
આવોને આજ મારે ઘેર... ટેક.
ફૂલડા વેરાવું વ્હાલા શેરી ને ચોકમાં, 
તમારે માટે નહીં રાખું લાજ લોકમાં, 
કરાવું તમને હું લહેર... વ્હાલા મારા૦ ૧
અતિ આનંદે વ્હાલા સામૈયા કરું, 
નયણે નિરખીને મારા હૈયામાં ઠરું, 
કરીશ સેવા શુભ પેર... વ્હાલા મારા૦ ૨
રસાળ થાળ કરી રોજે જમાડું, 
પ્રેમની પથારી કરી પ્રેમથી પોઢાડું, 
વિયોગનો મટાડો કેર... વ્હાલા મારા૦ ૩
જ્ઞાનજીવનને તુજ વિન નથી ગમતું, 
મન રહે છે મારું તમ કેડે ભમતું, 
જગત થયું બધંુ ઝેર... વ્હાલા મારા૦ ૪

મૂળ પદ

આવોને શ્રીજી મહારાજ મારે ઘેરે

મળતા રાગ

ભીમપલાસી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી