શુ કહું સ્વામી મારા હું ફરી ફરી તારા માટે વાલમ મને રાખો કરી ૩/૪

શું કહું સ્વામી મારા હું ફરી ફરી,
તારા માટે વાલમ મને રાખો કરી...ટેક.
હું છું તારા માટે કરૂં તારૂં જ કામ,
ભલે શાંતિ મને ન મળે ઘનશ્યામ,
તારી શાંતિ છે શાંતિ મારી હરિ...તારા માટે૦ ૧
તારી ઇચ્છા હું માનું છું ઇચ્છા મારી,
મને ઇચ્છા જણાવજે નાથ તારી,
તારી ઇચ્છામાં સદા સમાઉ હરિ...તારા માટે૦ ૨
સર્વકર્તા શ્રીજી એક તુંને જાણું,
સર્વ સ્થળે વ્હાલા એક તુંને માણું,
જ્ઞાનજીવનને મૂર્તિમાં રાખો હરિ...તારા માટે૦ ૩

મૂળ પદ

વ્હાલા કરૂં વિનંતિ હું ફરી ફરી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી