વ્હાલા તારા વિના મારૂ કોઇ નથી ઓ મારા નાથ ૧/૧

વ્હાલા તારા વિના મારૂં કોઇ નથી, ઓ મારા નાથ,
તારા વિના શાંતિ બીજે જોઇ નથી, ઓ મારા નાથ...ટેક.
આપો મને સુખ, ટાળો મારું દુઃખ,
મારા મહેબુબ, માંગુ તારી હુંફ,
તારા વિના મારે સુખ કોઇ નથી..ઓ મારા નાથ૦ ૧
જુઓને મારી સામુ, પુરોને મારી હામું,
તમે છો મારા બાપુ, હું તમને શું આપું,
મારી પાસે વસ્તુ એવી કોઇ નથી..ઓ મારા નાથ૦ ૨
શું કહું વાત ઝાઝી, તમે રહેજો પ્રભુ રાજી,
તમે છો જીવન મારુ, મારે છે બળ તારુ,
જ્ઞાન પાસે બીજુ બળ કોઇ નથી..ઓ મારા નાથ૦ ૩

મૂળ પદ

વ્હાલા તારા વિના મારૂં કોઇ નથી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી