હરિવર હૈયા કેરા તમે હાર રે પ્રાણનાથ પ્રેમીને પ્રેમ દેનાર રે ૨/૨

હરિવર હૈયા કેરા તમે હાર રે,
પ્રાણનાથ પ્રેમીને પ્રેમ દેનાર રે...૧
આવો આવો અંતર્યામી તમે આવો રે,
આવી મને હૈયાનો હાર બનાવો રે...૨
તારી મૂર્તિ સુખ સુખનો ભંડાર રે,
સ્નેહે હું તો ધારૂં હૃદય મોજાર રે...૩
ભૂલુ નહિ ભાવભીના ભગવાન રે,
દયા કરી આપ્યું તમે મને જ્ઞાન રે...૪

મૂળ પદ

તમ વિના કોઇ નથી નાથ મારું રે

મળતા રાગ

સર્વે સખી જીવન જોવાને

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી