સખી ભક્તિ ધરમના પુરમાં રે હરિ કરે છે સુંદર ખેલ..૧/૪

સખી ભક્તિ ધરમના પુરમાં રે, હરિ કરે છે સુંદર ખેલ,
મુને પ્યારો લાગે કુંવર ધર્મનો રે. ટેક.
હરિ સંગે સખાની મંડળી રે, લઇ ચાલ્યા સુંદરવર છેલ. મુ૦ ૧
વા'લો શોભે છે અતિ રળિયામણા રે, કરે ખ્યાલ નવિન અલબેલ, મુ૦
હરિ ચાલે છે ચાલ ઉતાવળી રે, હું તો દેખી મોહી રંગરેલ. મુ૦ ૨
વા'લો આવે છે સનમુખ હેરતા રે, મારાં નિરખીને નેણ ઠરેલ, મુ૦
સખી અવધપ્રસાદના નાથને રે, જોઇ ભરવી ભૂલી જળ હેલ. મુ૦ ૩

મૂળ પદ

સખી ભક્તિ ધરમના પુરમાં રે

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જયેશ સોની

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.

પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
1
0