સખી ભક્તિ ધર્મને આંગણે રે મુક્ત સંગ રમે જગવંદ..૩/૪

સખી ભક્તિ ધર્મને આંગણે રે, મુક્ત સંગ રમે જગવંદ,
એવા નિરખ્યા શ્રી ઘનશ્યામને રે. ટેક.
સખી એની અલૌકિક મૂરતિ રે, જોઇ ઝાંખા થયા સૂર ચંદ. એ૦ ૧
સખી આડી તે નજરે હેરતા રે, વાલો ટાળે છે જનના ફંદ, એ૦
પાવ પાદુકા પહેરીને ચાલતા રે, સખી શામળિયો સ્વછંદ. એ૦ ૨
સખી સુંદરવર સુખધામને રે, જોઇ ન્યાલ થયા મુનિવૃંદ, એ૦
સખી કર ગ્રહીને ખેલતા રે, સખા સંગે કરે યુદ્ધ દ્વંદ. એ૦ ૩
એવી રીત્યે તે સુખને આપતા રે, છપૈયામાં તે બાલમુકુંદ. એ૦
સખી અવધપ્રસાદ કે' જોઇને રે, અતિ ઉરમેં થયો આનંદ. એ૦ ૪

મૂળ પદ

સખી ભક્તિ ધરમના પુરમાં રે

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી