છપૈયા ધામ મોટું જગકાવે. છપૈયાધામ મોટું જગકાવે,...૭/૭

છપૈયા ધામ મોટું જગકાવે, છપૈયાધામ મોટું જગકાવે,
તેની તોલે બીજું કોઇ નાવે, છપૈયા ધામ મોટું૦
સાત પુરી ચાર ધામ ધરા પર રે, તે પણ તે તોલ્ય નાવે.  છ૦ ૧
કુળ અનંત ભવ તરે તે તેના રે, જાઇ ત્યાં શ્રાદ્ધ કરાવે.  છ૦ ૨
કોટિક પાપ કર્યા જન જેને રે, નામ લેતાં પાપ જાવે.  છ૦ ૩
અવધપ્રસાદ કહે જાતા છપૈયામાં રે, જન અક્ષરધામ જાવે.  છ૦ ૪ 

મૂળ પદ

પ્રગટ થયા સુખકારી, છપૈયામાં, પ્રગટ થયા સુખકારી

મળતા રાગ

ઢાળ : મૂર્તિ મારે મન માની મોહન

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી