આવ્યો શરણે હું સહજાનંદ મારા બાપજી રે કરુણા કરો પ્રીતમ પ્યારા ૧/૪

 

આવ્યો શરણે હું સહજાનંદ મારા બાપજી રે.... ટેક.
કરુણા કરો પ્રીતમ પ્યારા, હરિવર મારા ધર્મદુલારા, 
ટાળો ટાળો શ્રીજી આ સંતાપજી રે... આવ્યો૦ ૧
રાત-દિવસ મન રખડે મારુ, તમને છોડી ફરે છે બારુ, 
સ્થિર કરોને મનડું મારું આપજી રે... આવ્યો૦ ૨
હે હરિવર હું ધ્યાન ધરુ છું, શ્રીજી તમારું સ્મરણ કરુ છું, 
કરોને શિતળ ટાળી મારા તાપજી રે... આવ્યો૦ ૩
ભૂલો કરીને હું પસ્તાણો, શત્રુ સમૂહ નવ જીતાણો, 
જ્ઞાનજીવનને બચાવો મારા બાપજી રે... આવ્યો૦ ૪

મૂળ પદ

આવ્યો શરણે હું સહજાનંદ મારા બાપજી રે

મળતા રાગ

રૂડા લાગો છો રાજેન્દ્ર

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી