નમું પ્રેમવતીના પ્યારા, જય જીવન જગદાધારા ૧/૨


નમું પ્રેમવતીના પ્યારા, જય જીવન જગદાધારા..            .ટેક૦
અતિ અકળ ગતિ છે તમારી, ત્યાં મતિ નહીં પહોંચે અમારી રે;

અમે સેવીયે ચરણ તમારા...                          જયજીવન૦ ૧

પ્રભુ પ્રૌઢ તમારો પ્રતાપ, છો આપ અપાર અમાપ રે;

સઘળી સૃષ્ટિ સ્રજનાર...                             જયજીવન૦ ૨

માયા આદિક શક્તિ તમારી, જે છે જીવને બંધનકારી રે.

તેના પ્રેરક તે થકી ન્યારા...                           જયજીવન૦ ૩

છો કાળના કાળ કૃપાળ, શરણાગત જન પ્રતિપાળ રે,

કોટિ કારજના કરનારા...                            જયજીવન૦ ૪

થાકે વેદ વર્ણવી અનુપ, એવું દિવ્ય તમારું સ્વરૂપ રે.

તેને જાણે શું ? જીવ બિચારા...                        જયજીવન૦ ૫

તમે ભરપૂર ધરી અવતાર, કર્યો વેદ ધરમ વિસ્તાર રે.

માયા અસુર દુઃખ દેનારા...                           જયજીવન૦ ૬

કાઠી કોળી જે ક્રૂર અપાર, કર્યો ઉદ્ધાર એનો આ વાર રે.

એવા છો તમો અધમોદ્ધારા...                         જયજીવન૦ ૭

આણી અંતર કરુણા આજ મળ્યા અમને શ્રીમહારાજ રે.

દીનબંધુ ધર્મદુલારા...                               જયજીવન૦ ૮

જય જય જય વિશ્વવિહારી અવતાર તણા અવતારી રે.

છો ઇષ્ટ અમીષ્ટ અમારા...                           જયજીવન૦ ૯


 

મૂળ પદ

નમું પ્રેમવતીના પ્યારા , જય જીવન જગદાધારા.

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ખમાજ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
આ.વિહારીલાલજી મહારાજ
ભક્તિ રસ
Studio
Audio
0
0