મેં નીરખ્યા શ્રીગઢપુરમાં સુખકારી રે, મહાગુણિયલ ગોપીનાથ ભવભયહારી રે ૧/૧

મેં નીરખ્યા શ્રીગઢપુરમાં સુખકારી રે;
મહાગુણિયલ ગોપીનાથ ભવભયહારી રે;
	છે શ્યામ શરીરે શોભતા સુખકારી રે;
	રાસેશ્વરી રાધા સાથ ભવભયહારી રે...મેં નીરખ્યા૦ ટેક.
શીશ મુગટ મણિએ જડયો, કુંડળ મકરાકાર;
નંગ જડિત ઝળકી રહ્યાં, હૈડા ઉપર હાર;
	હૈડા ઉપર હાર હરિવર હસિયા રે;
	મુજ હૃદયકમળની માંહ્ય મોહન વસિયા રે...મેં નીરખ્યા૦ ૧
જામો ઝરિયાની ધર્યો, સોનેરી સુરવાળ;
શેલું બુરાનપુરનું, શોભે ખંભે રસાળ;
	શોભે ખંભે રસાળ પોંચી હાથે રે;
	દશ આંગળીઓમાં વેઢ ધરિયા નાથે રે...મેં નીરખ્યા૦ ૨
ફૂલદડો ઉછાળતા, લટકાં કરીને લાલ;
ડાબા કરમાં રેશમી, રાજે એક રૂમાલ;
	રાજે એક રૂમાલ બંસી વગાડે રે;
	પ્રેમી જનને આનંદ પૂર્ણ પમાડે રે...મેં નીરખ્યા૦ ૩
કેડે છે કટિમેખળા, રેશમ નાડી અનુપ;
ચારુ ઝાંઝર ચરણમાં, શોભી રહ્યાં રસરૂપ;
	શોભી રહ્યાં રસરૂપ પગ આંગળિયું રે;
	જાણે ચળકે છે નખ તેજ ચંદ્રમંડળિયું રે...મેં નીરખ્યા૦ ૪
મરમાળી છે મૂર્તિ, નટવર નંદકિશોર;
વિશ્વવિહારીલાલજી, કોટિક જન ચિત્તચોર;
	કોટિક જન ચિત્તચોર મંગલકારી રે;
	હરો આપત્તિ અલબેલ એહ અમારી રે...મેં નીરખ્યા૦ ૫
 

મૂળ પદ

મેં નીરખ્યા શ્રીગઢપુરમાં સુખકારી રે, મહાગુણિયલ ગોપીનાથ ભવભયહારી રે

મળતા રાગ

ગરબી

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
8
1