કુંડલ પહેર્યાં કાનમાં, નેત્ર અણિયાળાં લાલ;૨/૯

પદ-૨
 
કુંડલ પહેર્યાં કાનમાં, નેત્ર અણિયાળાં લાલ;
કંઠે કૌસ્તુભમણિ શોભતો, પહેરી મોતીડાની માળ....      
બાંયે બાજુબંધ બેરખા, હેમકડાં બે હાથ,
પહેરી સોના કેરાં સાંકળાં, શોભે ત્રિભુવન નાથ...         
જામો જરીનો જાદવો, પહેર્યો અમુલી સાર,
ખંભે રેંટો ગુઢા રંગનો, ગળે ગુલાબી હાર...             
કમર કટારો વાંકડો કર્યો વિહારીલાલ,
નાડી લટકે રૂડી હીરની, સોનેરી સુરવાલ...              
તોડા પહેર્યા સોના તણા; પહેરી મોજડીયું પાય,
દાસ ગોપાલ કહે, જોઇને અંતર આનંદ થાય...          

મૂળ પદ

એક સમે અમદાવાદમાં આવ્યા શામ સુજાણ,

રચયિતા

ગોપાલદાસ

નોન સ્ટોપ કીર્તન વિગત

એક સમે અમદાવાદમાં આવ્યા શામ સુજાણ,  ૦૦.૦૦
કુંડલ પહેર્યાં કાનમાં, નેત્ર અણિયાળાં લાલ;     ૦૩.૪૭
આગે અસ્વારીને આંબલો, વાંસે મુનિનાં વૃંદ;   ૦૬.૦૧
એવી શોભાને ધારતા, આવે મનોહરલાલ         ૧૦.૦૦
બેઠા સિંહાસન ઉપરે, સહજાનંદ સુખ ધામ       ૧૩.૨૪
શ્રીપુર મધ્યે શોભતું, પ્રથમ કરીને ધામ             ૧૬.૨૧
નાહીને કાંકરીયાના નીરમાં, સખા સહિત         ૧૯.૦૦
સંવત અઢાર બ્યાસીયે, રંગ કરીને સાર;           ૨૧.૩૦ 
રંગ ભરેલા લાલજી, જળમાં ઝીલે બળવીર         ૨૪.૦૦  

 

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
પ્રેમવદનદાસ સ્વામી-શુકમુનિદાસ સ્વામી-BAPS

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી

આજ મારે ઓરડે રે
Studio
Audio
0
0