સંવત અઢાર બ્યાસીયે, રંગ કરીને સાર;૮/૯

પદ-૮

સંવત અઢાર બ્યાસીયે, રંગ કરીને સાર;

નાંખ્યો સંતોના ઉપરે, થાળીયો ભરીને અપાર...૧

રસબસ કીધાં રંગમાં, સાધુ પાળા હરિજન;

નાંખે ગુલાબની ઝોળીયું, તે પર ત્રિભુવન...૨

તાકી મારે પિચકારીયો, મુખ ઉપર અલબેલ;

કીચડ થયો ભૂમિ ઉપરે, ચાલી છે રંગની રેલ...૩

કેસરિયા થઇ ઘનશ્યામજી, અશ્વે ચડી બલવીર;

ચાલ્યા સખાના સંગમાં, ન્હાવા ગંગાનાં નીર...૪

હાથી ઘોડા રથ પાલખી, સાધુ પાળાની ભીડ;

દાસ ગોપાલ કહે ઉતર્યા, જઇને સાબરને તીર...૫

મૂળ પદ

એક સમે અમદાવાદમાં આવ્યા શામ સુજાણ,

રચયિતા

ગોપાલદાસ

નોન સ્ટોપ કીર્તન વિગત

એક સમે અમદાવાદમાં આવ્યા શામ સુજાણ,  ૦૦.૦૦
કુંડલ પહેર્યાં કાનમાં, નેત્ર અણિયાળાં લાલ;     ૦૩.૪૭
આગે અસ્વારીને આંબલો, વાંસે મુનિનાં વૃંદ;   ૦૬.૦૧
એવી શોભાને ધારતા, આવે મનોહરલાલ         ૧૦.૦૦
બેઠા સિંહાસન ઉપરે, સહજાનંદ સુખ ધામ       ૧૩.૨૪
શ્રીપુર મધ્યે શોભતું, પ્રથમ કરીને ધામ             ૧૬.૨૧
નાહીને કાંકરીયાના નીરમાં, સખા સહિત         ૧૯.૦૦
સંવત અઢાર બ્યાસીયે, રંગ કરીને સાર;           ૨૧.૩૦ 
રંગ ભરેલા લાલજી, જળમાં ઝીલે બળવીર         ૨૪.૦૦  

 

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
પ્રેમવદનદાસ સ્વામી-શુકમુનિદાસ સ્વામી-BAPS

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી

આજ મારે ઓરડે રે
Studio
Audio
0
0