વ્હાલા સહજાનંદજી હૈયા કેરા હાર છો રે તમારા વિના કોણ છે મારું ૩/૪

વ્હાલા સહજાનંદજી હૈયા કેરા હાર છો રે...ટેક.
તમારા વિના કોણ છે મારુ, પ્યારા તમને પ્રીતે પોકારુ,
તમે જ મુજને શાંતિના દેનાર છો રે...વ્હાલા૦ ૧
કાળજડા કેરી કોર છો મારા, ચિત્તડા કેરા ચોર છો પ્યારા,
હરિવર હિરલા હૈયાના શણગાર છો રે...વ્હાલા૦ ૨
આવ્યો તમારે દ્વારે દુઃખિયો, દયા કરીને કરો સુખીયો,
શરણાગત જીવોના તારણહાર છો રે...વ્હાલા૦ ૩
દિલના દયાળું છો કૃપાળું, હરિજનના છો હરિ હેતાળું,
જ્ઞાનજીવનના તમે જ જવાબદાર છો રે...વ્હાલા૦ ૪

મૂળ પદ

આવ્યો શરણે હું સહજાનંદ મારા બાપજી રે

મળતા રાગ

રૂડા લાગો છો રાજેન્દ્ર

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી