આવજો છોગલાં ધારી, મારે ઘેર આવજો છોગલાં ધારી ૨/૨

આવજો છોગલાં ધારી, મારે ઘેર આવજો છોગલાં ધારી;
	લાડુ જલેબી ને સેવ સુંવાળી, હું તો ભાવે કરી લાવી છું ભારી	-મારે૦ ૧
સૂરણ પૂરણ ને ભાજી કારેલાં, પાપડ વડી વઘારી;
	વૈતાંક વાલોળનાં શાક કર્યાં મેં તો, ચોળાફળી છમકારી	-મારે૦ ૨
કાજુ કમોદનો ભાત કર્યો, મેં તો દાળ કરી બહુ સારી;
	લીંબુ કેરીનાં લેજો અથાણાં, કઢી કરી છે કાઠિયાવાડી	-મારે૦ ૩
લવિંગ સોપારી ને પાનબીડી, તજ લવિંગ એલચી સારી;
	નિશદિન આવો તો ભાવે કરી ભેટું, એમ માગે જેરામ બ્રહ્મચારી	-મારે૦ ૪
 

મૂળ પદ

વસ્યો છે છોગલાવાળો, મારે મન વસ્યો છે છોગલાવાળો

મળતા રાગ

ગરબી

રચયિતા

જેરામ બ્રહ્મચારી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


જમે મદન ગોપાલ
Studio
Audio
2
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા



હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
0