કષ્ટ ટાળોને હે સ્વામી સહજાનંદજી રે તમારા વિના કોણ છે મારું ૪/૪

 

કષ્ટ ટાળોને હે સ્વામી સહજાનંદજી રે... ટેક.
આવ્યો છું દુઃખિયારો વ્હાલા, કરુ છું દ્વારે પડી કાલાવાલા, 
તમારો જાણી આપો હરિ આનંદજી રે... કષ્ટ૦ ૧
તુજ વિન નાથ ગતિ નથી મારી, એકજ આશા મને છે તમારી, 
સૂણો મારા પ્રાણજીવન આક્રંદજી રે... કષ્ટ૦ ૨
તમો છો દાતા હું છું ભિખારી, સાધન કરતા ગયો છું હારી, 
બચાવો મુજને સહજાનંદ જગવંદજી રે.... કષ્ટ૦ ૩
જે જે શરણે તમારે આવ્યા, તે તે સર્વને મુક્ત બનાવ્યા, 
જ્ઞાનજીવનના ટાળો હરિ આ ફંદજી રે... કષ્ટ૦ ૪

મૂળ પદ

આવ્યો શરણે હું સહજાનંદ મારા બાપજી રે

મળતા રાગ

રૂડા લાગો છો રાજેન્દ્ર

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી