આવ્યા રસિકવર છેલડા, ને હું તો ઝબકીને જાગ્યો સેજ રે; ૧/૧

 રાગ : આશા ભર્યાને અમે આવીયાં ને મારા વાલે રમાડ્યા રાસ રે

આવ્યા રસિકવર છેલડા, ને હું તો ઝબકીને જાગ્યો સેજ રે;
હરિ મારી સામે ઉભા...                                                             ટેક૦
ભૂલ્યો પાથરણું તે આપવું, ને વળી ભૂલ્યો શરીર સંભાળ રે;
હરિ મારી સામે ઉભા...                                                                  આવ્યા૦ ૧
કોટિ કિરણ તેજ છાઇ રહ્યાં, ને વળી અજવાળાં ઉઘડ્યાં આભ રે;
હરિ મારી સામે ઉભા...                                                                 આવ્યા૦ ૨
દિવ્ય અલૌકિક દીપતા ને શ્રીજી, કૂમળી કિશોર એની કાય રે;
હરિ મારી સામે ઉભા...                                                                 આવ્યા૦ ૩
વિચરુ સદા સત્સંગમાં ને, હું નથી ગયો દૂર દેશ રે;
બોલી હરિ સામે ઉભા...                                                               આવ્યા૦ ૪
મારા માનેલ ઓ માનવી, તમે માનશો મા કોઇ દુઃખ રે;
બોલી હરિ સામે ઉભા...                                                               આવ્યા૦ ૫
માગ્યા રામાનંદ પાસથી, અમે એવા અભય વરદાન રે;
બોલી હરિ સામે ઉભા...                                                               આવ્યા૦ ૬
બોલી અલોપ એમ થઇ ગયા, ને લીધી અક્ષર કેરી વાટ રે;
નથી નાથ સામે ઉભા...                                                               આવ્યા૦ ૭
શોધ્યા તે ચૌટે ચોતરે, ને વળી શોધ્યા તે વગડાની વાટ રે;
નથી નાથ સામે ઉભા...                                                               આવ્યા૦ ૮
કુમકુમ પગલી પડી પ્રભુની, મારા મંદિરિયાની માંહ્ય રે;
નથી નાથ સામે ઉભા...                                                               આવ્યા૦ ૯
ત્યાં તો ‘વસંત' વેણ સાંભળ્યું, હરિ વસે સાચા સંતમાંય રે;
નથી નાથ સામે ઉભા...                                                               આવ્યા૦ ૧૦
 

 

મૂળ પદ

આવ્યા રસિકવર છેલડા, ને હું તો ઝબકીને જાગ્યો સેજ રે;

રચયિતા

વસંત

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
વિનોદભાઈ પટેલ

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
સાંવરિયા
Studio
Audio
2
0