હું ભેટુ હરિ તુને તું ભેટ ભાવે મુને છેટે રહેતા સ્વામી અતિ મુંઝારો થાય મુને ૧/૧

હું ભેટુ હરિ તુંને તું ભેટ ભાવે મુને,
છેટે રહેતા સ્વામી અતિ મુંઝારો થાય મુને...હું ભેટુ૦ ૧
સુખ ને શાંતિ તુજ વિના મેં જોયા નથી બીજે,
મારું હૈયું હરખે હેતે વાલમ જો તૂં રીજે... હું ભેટુ૦ ૨
છાતિએથી છેટે થાઓ તો મન અતિ મુંઝાય,
હૈયે આવો હરિ હોંશીલા ત્યારે જ શાંતિ થાય...હું ભેટુ૦ ૩
હું છું દાસી સદાય તારી તું મારો ભરથાર,
જ્ઞાનજીવનને જોઇએ વ્હાલા સદાય તારો પ્યાર...હું ભેટુ૦ ૪

મૂળ પદ

હું ભેટુ હરિ તુંને તું ભેટ ભાવે મુને

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૪
Studio
Audio
0
0