આજ કળિયુગમાં પરચા પૂરે પ્રભુજી, સ્વામિનારાયણ સત્ય છેઃ ૧/૧

 આજ કળિયુગમાં પરચા પૂરે પ્રભુજી, સ્વામિનારાયણ સત્ય છે;
	 ભક્તોની હામું પૂરે પ્રભુજી...સ્વામિ૦ ટેક.
જામનગર જાત્રાનું ધામ છે, સ્વામી મંદિરમાં શ્રીઘનશ્યામ છે;
	દીધો પરચો પોષ સુધી એકાદશી પ્રભુજી...સ્વામિ૦ ૧
વિપ્ર કન્યા ઝવેરબાઈ નામ છે, કચ્છ પિયર ને સાસરું આ ગામ છે;
	ભાવે ભજતી એકલડી નિત્ય પ્રભુજી...સ્વામિ૦ ૨
પૂર્વ કર્મ મટે કેમ ભાવી, થયો ઝામર ને આંખે ખોટ આવી;
	થાય પીડા અંગોઅંગ સા’ય કરજો પ્રભુજી...સ્વામિ૦ ૩
વૈદ્ય ડાક્ટરોને આંખડી બતાવી, સૌએ ઓપરેશન કરવા સમજાવી;
	છેડાવ્રત આજ છૂટે લાજ રાખો પ્રભુજી...સ્વામિ૦ ૪
દર્શન એકાદશીને દિન દીધું, વહાલે વનિતાનું રૂપ ધરી લીધું;
	ફર્યા પ્રદક્ષિણા પ્રેમીભક્ત સાથે પ્રભુજી...સ્વામિ૦ ૫
હરિએ નાખ્યું ટીપું નિજ હાથે, મહા અમૃતમય હાથ મૂકી માથે;
	દુ:ખ કાપ્યું સુખ આપ્યું દીનાનાથે પ્રભુજી...સ્વામિ૦ ૬
પ્રેમદાની પીડા સર્વે ટાળી, થયા વનિતા રૂપે વનમાળી;
	થયા ભેચક વૈદ્યો આંખ ભાળી પ્રભુજી...સ્વામિ૦ ૭
મૂર્ખ લોકો આ વાત નહિ માને, જુઓ આંખે જઈ સાંભળો શું કાને;
	ખરી ખાત્રી કરી છે માવદાને પ્રભુજી...સ્વામિ૦ ૮ 
 

મૂળ પદ

આજ કળિયુગમાં પરચા પૂરે પ્રભુજી,

મળતા રાગ

મહિમા સાસરિયે જઈને

રચયિતા

માવદાન

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા





Studio
Audio
4
1
 
નમુનો
આખું
ડાઉનલોડ
હેમંત ચૌહાણ

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત (સ્વરકાર)
શ્રીજી વંદના
Studio
Audio
1
1