દાદાને દરબાર જાશું, સવારમાં નિત્ય ઊઠીને ૧/૧

દાદાને દરબાર જાશું, સવારમાં નિત્ય ઊઠીને;
	માવાનું મુખડું જોશું, સવારમાં નિત્ય ઊઠીને	...ટેક.
હરશું ફરશું ને સ્મરણ કરશું, માવાનું મુખડું જોશું		-સ૦ ૧
સંતો કહે તે સેવા રે કરશું, કહેશે તો સંજવારી લેશું		-સ૦ ૨
ગોપીનાથજીના ગુણલાં રે ગાશું, હાથ જોડીને ઊભા રે’શું	-સ૦ ૩
હરિકૃષ્ણજીને હેતેથી મળીએ, સંસારમાં શીદને ભળીએ	-સ૦ ૪
માતાજી પાસે માગીને કહીએ, બાળકોની ખબરું લઈએ	-સ૦ ૫
વાસુદેવજીને વારણે જઈએ, અમે તમારા એમ કહીએ		-સ૦ ૬
ધર્મ ભક્તિને ભાળીને કહીએ, હવે જાવા નવ દઈએ		-સ૦ ૭
રેવતીજીને હૃદયમાં ધરીએ, સૂર્યનારાયણ સમરીએ		-સ૦ ૮
જદુપતિને જોવાને સારુ, પાસે છે બળરામ ભઈએ		-સ૦ ૯
આ દશ મૂર્તિનું જે દર્શન કરશે, ભવથી પાર ઊતરશે		-સ૦ ૧૦
લીંબતરુની લીલા સંભારીએ, શ્રીજીનું ધ્યાન નિત્ય ધરીએ	-સ૦ ૧૧
ઘેલા નદીના ઘાટને જોઈને, સ્નાનવિધિ અનુસરીએ		-સ૦ ૧૨
આ દશ મૂર્તિ રહો મુજ આગે, ધીરુભા એમ નિત્ય માગે	-સ૦ ૧૩
 

મૂળ પદ

દાદાને દરબાર જાશું, સવારમાં નિત્ય ઉઠીને,

મળતા રાગ

પ્રભાતી

રચયિતા

ધીરૂભા

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


શ્રીજી વંદના
Studio
Audio
0
0
 
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ભૈરવી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય
પરંપરાગત
પ્રભાતિયા - ૧
Studio
Audio
5
3