કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે, અલ્યા નાહકના મરો બધા ૧/૧

કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે,
			અલ્યા નાહકના મરો બધા મથી મથી રે...ટેક.
મનથી માનેલ કહે બધાય મારા, માની લે જીવડા તારા કે મારા;
			સ્વાર્થ વિના પ્રીતિ કોઈ કરતું નથી રે...કોઈ૦ ૧
આ મારી દીકરી ને આ મારી માત છે, આ મારી ઘરવાળી ને આ મારો બાપ છે;
			મુઆની સંગાથે કોઈ જતું નથી રે...કોઈ૦ ૨
જનની જનેતાએ જન્મ રે દીધો, પાળી પોષીને તને મોટેરો કીધો;
			પરણ્યા પછી માતા સામું જોતો નથી રે...કોઈ૦ ૩
કેટલાંક ગયાં ને કેટલાંક જવાનાં, ના કોઈ રહ્યાં ને ના કોઈ રહેવાનાં;
			ગયાં એના કોઈ સમાચાર નથી રે...કોઈ૦ ૪
સ્વયંપ્રકાશ કહે હરિને ભજી લ્યો, માનવનો દેહ મળ્યો ફેરો સુધારી લો;
			તારા સાચા સંગાથી પ્રભુ વિના નથી રે...કોઈ૦ ૫
 

મૂળ પદ

કોઇ કોઇનું નથી રે, કોઇ કોઇનું નથી રે,

મળતા રાગ

ખમાચ

રચયિતા

સ્વયંપ્રકાશદાસજી સ્વામી-વડતાલ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
રઘુવીર કુંચલા
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )

પરંપરાગત (સ્વરકાર)
ઉપદેશવાણી
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
નારાયણસેવાદાસજી સ્વામી - હરિયાળા ગુરુકુલ

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
ચેત સવેરા
Studio
Audio
0
0