ઉઠો ઉઠોને મારા નાથ, હવે ઝાલોને મારો હાથ૨/૪


ઉઠો ઉઠોને મારા નાથ, હવે ઝાલોને મારો હાથ, 
ઝાલોને મારો હાથ, મને જાળવો સદા સનાથ... ટેક.
મારે તમ વિના નથી કોય, જેથી જીવન સુખી હોય, 
જીવન સુખી હોય, માટે રહું છું તમને જોય... ઉઠો૦ ૧
મારે નથી સાધનનું બળ, એક તમે જ મારું બળ, 
તમે જ મારું બળ, મને બચાવજો હરપળ... ઉઠો૦ ૨
જ્ઞાનજીવન તમારો દાસ, મને કરશો નહીં ઉદાસ, 
કરશો નહીં ઉદાસ, બળ આપીને કરો પાસ... ઉઠો૦ ૩

મૂળ પદ

મારી હરપળ ભૂલો થાય, મને માફ કરો હરિરાય

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી